1907
1918
1930
Unfortunately, Shri Ballubhai Thakore passed away in 1939. Shri Jivanlal Divan was not able to take the loss of a lifelong friend and he soon suffered from a paralytic attack. The management of the school was then entrusted to a veteran, Shri Thakorlal Shripatray Thakore.
1941
1966
The school can proudly trumpet about its students who have made it big, on national and international platforms. One such alumnus is Shri I.I. Chundrigar, who was the Prime Minister as well as the Law Minister of Pakistan. Maniben Patel, the daughter of Sardar Vallabhbhai Patel and a freedom fighter; Lilavatiben Munshi, the reciever of Gnyaanpith Award; literary geniuses like Umashankar Joshi, Bakul Tripathi, Madhusudan Parekh and Kumarpal Desai; Dr. Atulbhai Choksi, who has been honoured by the Padmashri Award; Utpal Vora, the Commader-in-chief of the Western Naval Army of India; Shri Upendra Desai, a NASA scientist; Shri Avinash Vyas, the well-renowned musician of Gujarat; and Dr. Gautam Bodiwala, a proficient in the medical field of England, are all, the alumni of Divan Ballubhai School.
The principles established by Shri Jivanlal Divan and Shri Ballubhai Thakore are alive in our hearts even today. The integrity and conscience of the two founders is what makes this institution the perfect place for the inner growth and overall development of the students.
Read in Gujrati
1907
શાળાની શરૂઆત કરવાની હતી મગનભાઈની હવેલી ખાતે, પરંતુ શાળાનો વહીવટ વ્યવસ્થિત રીતે શરુ થાય તે પહેલા પહેલી જાન્યુઆરી 1908ના દિવસે હવેલીમાં આગ લાગતા, પાંચ જ દિવસના ટૂંકા સમયમાં મસ્કતી માર્કેટ ખાતે, વહીવટદારની ભલામણથી, 6ઠ્ઠી જાન્યુઆરી 1908ના રોજ 102 વિદ્યાર્થીઓ સાથે શાળાની શરૂઆત કરી. આ 102 વિદ્યાર્થીઓ, એક માસ જેટલા ટૂંકાગાળામાં, વધીને 262 થયા અને વર્ષ પૂરું થતાંમાં તો આ સંખ્યા 900નો આંકડો પાર કરી ગઈ. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા મસ્કતી માર્કેટ વાળું મકાન નાનું પાડવા લાગ્યું ઉપરાંત માર્કેટની વચ્ચોવચ શાળા ચલાવવાનું અગવડભર્યું લાગતા 1913માં શાળા ત્રણ દરવાજા પાસે આવેલી બેલેન્ટાઈનની હવેલી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી.
1918
1930
આ સમય દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધારો થતા, તેમ જ બેલેન્ટાઈનની હવેલી ખાતે શાળાના વિદ્યાર્થીઓને માટે અત્યંત જરૂરી એવું મેદાન ન હોવાને કારણે, બંને આચાર્યોએ ત્યારના સમયમાં અલ્પવિકસિત એવા કાંકરિયા વિસ્તારમાં, એકાંત વિસ્તારમાં શાળા ચલાવવી એ એક સાહસનું કામ હોવા છતાં, એક વિશાળ મેદાનમાં શાળાનું નવું મકાન બાંધવાનો નિર્ણય લીધો અને 1938માં કાંકરિયા વિસ્તારમાં જ્યાં હાલ શાળા છે તે જગ્યાએ શાળાનું સ્થળાંતર થયું.
1939માં શ્રી બલ્લુભાઈ ઠાકોરનું અવસાન થયું. અને પોતાના જીવનભરના સખાનો અચાનક દેહ વિલય એ શ્રી જીવણલાલ દીવાન માટે સહન ન કરી શકાય તેવો મોટો ફટકો હતો. આના પરિણામે શ્રી જીવણલાલ દીવાન ઉપર પક્ષાઘાતનો હુમલો થયો. શાળાના મેનેજમેન્ટે એક વરિષ્ઠ શિક્ષક શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરને શાળાના વહીવટમાં દેખરેખ રાખવા જણાવ્યું.
1941
1966
આ બધી જ શાળાઓ આજે દીવાન-બલ્લુભાઈ શાળાના નામે ઓળખાય છે અને તેમાં લગભગ 10000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને 90,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. આ શાળાઓને કેળવણીકારો અને શિક્ષણવિદ્દો તરફથી પ્રશંસા સાંપડી રહી છે. આ શાળાઓ મોટા અલાયદા મકાનો, રમતગમતના વિશાળ મેદાનો, સુસજ્જ પ્રયોગશાળાઓ અને અદ્યતન શૈક્ષણિક સાધનો ધરાવે છે, જે આજની બીજી અનેક શાળાઓ માટે એક દુર્લભ બાબત છે. એસ. એસ. સી. અને એચ. એસ. સી.ની જાહેર પરીક્ષાઓમાં સફળ વિદ્યાર્થીઓની યાદીમાં શાળાઓના વિદ્યાર્થીઓ અચૂકપણે મોખરે રહે છે. શિક્ષણેતર પ્રવૃત્તિઓ જેવી કે, રમતગમત, સંગીત, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેમાં પણ શાળાના વિદ્યાર્થીઓ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે. બધી જ શાળાઓ માત્ર અમદાવાદમાં જ નહીં, બલ્કે, સમગ્ર ગુજરાતમાં નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ તરીકે વિખ્યાત છે. શાળાઓના મોટાભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની અમીટ છાપ ઉપસાવી છે.
શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઘણાં વિવિધ ક્ષેત્રોમાં, દેશ – પરદેશમાં શાળાનું અને રાષ્ટ્રનું નામ રોશન કરેલ છે અને કરી રહ્યાં છે. જેમાં શ્રી આઈ. આઈ. ચુંદરીગર – જે પાકિસ્તાનના કાયદામંત્રી તેમજ પ્રધાનમંત્રી તરીકે હતા. સરદાર વલ્લભભાઈના સુપુત્રી મણીબેન પટેલ કે જેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા; તેમજ લીલાવતીબેન મુન્શી, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉમાશંકર જોષી, બકુલ ત્રિપાઠી, મધુસુદન પારેખ તથા કુમારપાળ દેસાઈ વગેરે સાહિત્યકારો; પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર કર્તા ડૉ. અતુલભાઈ ચોક્સી; નૌકાદળમાં વેસ્ટર્ન કમાન્ડ સંભાળતા કમાન્ડરના સ્થાન પર રહેલા ઉત્પલભાઈ વોરા; નાસાના વૈજ્ઞાનિક શ્રી ઉપેન્દ્ર દેસાઈ; અગ્રણી સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસ તથા ઈંગ્લેંડમાં તબીબી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતાં ડૉ.ગૌતમ બોડીવાલા વગેરે આ શાળાના વિદ્યાર્થીઓ છે.
શ્રી જીવણલાલ દીવાન અને બલ્લુભાઈ ઠાકોરે પ્રસ્થાપિત કરેલા શૈક્ષણિક વિચારોનું વહન આજે પણ શ્રેષ્ઠ રીતે થઇ રહ્યું છે. પરિણામે આ સંસ્થાની શાળાઓમાં શિક્ષણની કોઈપણ પ્રકારની બદીને સ્થાન નથી અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓના આયોજન સાથે શ્રેષ્ઠ શિક્ષણ પીરસાઈ રહ્યું છે.