1907

Two teachers, Shri Jivanlal Hariprasad Divan and Shri Balvantrai Parmodrai Thakore, taught in the Government Middle School in 1907. In the same year, Vajendra Panalal Divan, the nephew of Hariprasad Divan, and Narendra Balvantrai Thakore, the son of Balvantrai Thakore, passed their 4th grade and went to secure admission in the middle school. But for some reason, their admission was denied. This hurt the self-respect and reputation of the two teachers. They resigned and decided to start a new school on their own without any help from the English. The school thus formed without any British help was named ‘Proprietary High School.’Maganbhai’s mansion was suppoed to house the school. But before the project could take off, a fire on January 1, 1908, burned down the mansion and ruined the plans of the two ambitious teachers. But they did not give up. On January 6, 1908, only five days after the fire, Shri Jivanlal Divan and Shri Balvantrai Thakore started their school in the Muscati Market with 102 students. In one month, the number of students went up to 262; by the year it was a staggering 900 students. The building in the Muscati Market soon became too small for the ever increasing number of students being enrolled. So in 1913, the school was shifted to the Balentine building near Tran Darwaja.

1918

1918 was the year of Boycott Movement in the entire country due the Rowlatt Act. Shri Jivanlal Divan and Shri Balvantrai Thakore (Ballubhai) also actively participated in the movement. As advised to them by Mahatma Gandhi, they severed all relations with Mumbai University and associated the school with Gujarat Vidhyapith established by Gandhi himself. But the number of students in the school quickly fell because of Gujarat Vidhyapith being a constitutional university at that time. As a result, both the teachers, after a lot of discussion with Sardar Vallabhbhai Patel, decided to associate with Mumbai University once again.

1930

In the 1930, both the teachers joined the Salt March or Dandi March movement with Mahatma Gandhi and also went to jail for it. The teachers feared that the British would sequester all their assets and so transferred the ownership of the school to ‘The Proprietary High School Trust’ in 1931. Before this, in an open meeting on Sabarmati riverfront, Shri Ballubhai had entrusted the Trust Deed to Gandhiji. The school has been managed by the trust ever since.During this period, there was a significant increase in the number of students in the school. The founders decided to relocate the school due to the lack of a proper ground for the students. The desire for open space for the students led the teachers to relocate the school in Kankaria, a highly underdevloped area in those times. The school was then established at the current location in Kankaria and this courageous decision definitely proved to be highly rewarding.

Unfortunately, Shri Ballubhai Thakore passed away in 1939. Shri Jivanlal Divan was not able to take the loss of a lifelong friend and he soon suffered from a paralytic attack. The management of the school was then entrusted to a veteran, Shri Thakorlal Shripatray Thakore.

1941

In 1941, due to the riots in Ahmedabad, it became difficult for the students from Ellisbridge area to attend the school. Hence it was decided that a new school of the same name would be opened for these students, near Ellisbridge. Shri Vikrambhai K. Desai, a proficient teacher of the Kankaria branch was entrusted with the management of the new school. The new school was established in the Shrimali building near Mahalaxmi Society, Ellisbridge, in 1942. With the increasing number of students in this branch, it was relocated to the Pritamnagar Akhada building, and was then moved, in 1953, to its current location opposite Sanskar Kendra.

1966

Despite of the paralysis, Shri Jivanlal Divan, continued to attend to the school till the time of his death in 1952. In the same year, the trustees decided to change its name to “Divan Ballubhai High School” to immortalise and honour the founders. In 1966, the management started primary schools (along with nursery) in both, the Paldi and Kankaria branches. The school also introduced English medium for Primary and nursery classes in 2006. In 2016, the foundation for English medium Secondary school has also been laid.Today, all of these schools are known as Divan Ballubhai Schools, and more than 10,000 students study in these schools. The school boasts of strong alumni of 90,000 students. It has been applauded by educational and teaching experts from all across the state. Huge airy buildings, large playgrounds, laboratories with the latest technologies along with exceptional teaching standards are the unique features of Divan Ballubhai Schools. The school never fails to lionize the students who pass the 10th and 12th boards with flying colours. The students of Divan Ballubhai also excel in extracurricular activities such as sports, music, elocution and debates, drawing competitions etc. The schools are recognized as one of the best educational institutions, not only in Ahmedabad, but also in the entire state. The school is proud of its alumni who have made their mark on national as well as international levels.

The school can proudly trumpet about its students who have made it big, on national and international platforms. One such alumnus is Shri I.I. Chundrigar, who was the Prime Minister as well as the Law Minister of Pakistan. Maniben Patel, the daughter of Sardar Vallabhbhai Patel and a freedom fighter; Lilavatiben Munshi, the reciever of Gnyaanpith Award; literary geniuses like Umashankar Joshi, Bakul Tripathi, Madhusudan Parekh and Kumarpal Desai; Dr. Atulbhai Choksi, who has been honoured by the Padmashri Award; Utpal Vora, the Commader-in-chief of the Western Naval Army of India; Shri Upendra Desai, a NASA scientist; Shri Avinash Vyas, the well-renowned musician of Gujarat; and Dr. Gautam Bodiwala, a proficient in the medical field of England, are all, the alumni of Divan Ballubhai School.

The principles established by Shri Jivanlal Divan and Shri Ballubhai Thakore are alive in our hearts even today. The integrity and conscience of the two founders is what makes this institution the perfect place for the inner growth and overall development of the students.

Read in Gujrati

1907

ઈ.સ. 1907માં સરકારી મિડલ સ્કૂલમાં બે શિક્ષકો, શ્રી જીવણલાલ હરિપ્રસાદ દીવાન અને શ્રી બળવંતરાય પરમોદારાય ઠાકોર, કાર્યરત હતા. એ વર્ષે શ્રી જીવણલાલ હરિપ્રસાદ દીવાનનાં ભત્રીજા વજેન્દ્ર પ્રાણલાલ દીવાન અને શ્રી બળવંતરાય પરમોદારાય ઠાકોરના પુત્ર નરેન્દ્ર બળવંતરાય ઠાકોર ગુજરાતી ચોથા ધોરણની પરીક્ષા પાસ કર્યા બાદ મિડલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે સરકારી મિડલ સ્કૂલમાં પ્રવેશ લેવા ગયા. તે સમયે શાળાના અધિકારીઓ તરફથી પ્રવેશને નકારવામાં આવતા આ બંને શિક્ષકોને તેમનું સ્વમાન ઘવાયા સમાન લાગ્યું. પરિણામે, તેઓએ શિક્ષક તરીકેની નોકરીમાંથી રાજીનામું આપીને, અંગ્રેજો પાસેથી કોઈ જ પ્રકારની મદદ લીધા વગર, પોતાની શાળા શરુ કરવાનું નક્કી કર્યું. અંગ્રેજો પાસેથી કોઈ જ પ્રકારની મદદ ન લેવાની હોવાથી શાળાને નામ આપ્યું: પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ.

શાળાની શરૂઆત કરવાની હતી મગનભાઈની હવેલી ખાતે, પરંતુ શાળાનો વહીવટ વ્યવસ્થિત રીતે શરુ થાય તે પહેલા પહેલી જાન્યુઆરી 1908ના દિવસે હવેલીમાં આગ લાગતા, પાંચ જ દિવસના ટૂંકા સમયમાં મસ્કતી માર્કેટ ખાતે, વહીવટદારની ભલામણથી, 6ઠ્ઠી જાન્યુઆરી 1908ના રોજ 102 વિદ્યાર્થીઓ સાથે શાળાની શરૂઆત કરી. આ 102 વિદ્યાર્થીઓ, એક માસ જેટલા ટૂંકાગાળામાં, વધીને 262 થયા અને વર્ષ પૂરું થતાંમાં તો આ સંખ્યા 900નો આંકડો પાર કરી ગઈ. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા મસ્કતી માર્કેટ વાળું મકાન નાનું પાડવા લાગ્યું ઉપરાંત માર્કેટની વચ્ચોવચ શાળા ચલાવવાનું અગવડભર્યું લાગતા 1913માં શાળા ત્રણ દરવાજા પાસે આવેલી બેલેન્ટાઈનની હવેલી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી.

1918

1918માં રોલેટ એક્ટ પસાર થતા, સમગ્ર દેશમાં અસહકારની ચળવળનું મોજું ફરી વળ્યું. શ્રી જીવણલાલ દીવાન અને શ્રી બળવંતરાય ઠાકોર (બલ્લુભાઈ) પણ આ ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીના સૂચનોને અનુસરીને તેઓએ મુંબઈ યુનિવર્સીટી સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા અને શાળાનું જોડાણ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ સાથે કર્યું. પરંતુ તે સમયે ગૂજરાત વિદ્યાપીઠ વૈધાનિક યુનિવર્સીટી ન હોવાથી શાળામાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. પરિણામે બંને આચાર્યોએ સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ લઇને ફરીથી શાળાનું જોડાણ મુંબઈ યુનિવર્સીટી સાથે કર્યું.

1930

1930માં મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ આદર્યો અને આ ચળવળમાં પણ બંને આચાર્યો જોડાયા, ઉપરાંત જેલમાં પણ ગયા. પોતાની મિલકત સરકાર જપ્ત કરી લેશે એવી આશંકાથી 1931માં શાળા પરના પોતાના માલિકી હકો બંને આચાર્યો એ ઉઠાવી લઈને આ તમામ હકો એક પબ્લિક ટ્રસ્ટ, ‘ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ’ને હસ્તાંતરિત કર્યા. આ અગાઉ શ્રી બલ્લુભાઈએ સાબરમતી નદીના પટમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીને ટ્રસ્ટ ડીડ સુપરત કર્યું હતું. ત્યારથી શાળાનો વહીવટ આ ટ્રસ્ટ જ કરે છે.

આ સમય દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધારો થતા, તેમ જ બેલેન્ટાઈનની હવેલી ખાતે શાળાના વિદ્યાર્થીઓને માટે અત્યંત જરૂરી એવું મેદાન ન હોવાને કારણે, બંને આચાર્યોએ ત્યારના સમયમાં અલ્પવિકસિત એવા કાંકરિયા વિસ્તારમાં, એકાંત વિસ્તારમાં શાળા ચલાવવી એ એક સાહસનું કામ હોવા છતાં, એક વિશાળ મેદાનમાં શાળાનું નવું મકાન બાંધવાનો નિર્ણય લીધો અને 1938માં કાંકરિયા વિસ્તારમાં જ્યાં હાલ શાળા છે તે જગ્યાએ શાળાનું સ્થળાંતર થયું.

1939માં શ્રી બલ્લુભાઈ ઠાકોરનું અવસાન થયું. અને પોતાના જીવનભરના સખાનો અચાનક દેહ વિલય એ શ્રી જીવણલાલ દીવાન માટે સહન ન કરી શકાય તેવો મોટો ફટકો હતો. આના પરિણામે શ્રી જીવણલાલ દીવાન ઉપર પક્ષાઘાતનો હુમલો થયો. શાળાના મેનેજમેન્ટે એક વરિષ્ઠ શિક્ષક શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરને શાળાના વહીવટમાં દેખરેખ રાખવા જણાવ્યું.

1941

આ દરમિયાન 1941માં અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને એલિસબ્રિજ વિસ્તારમાંથી આવતા શાળાના વિદ્યાર્થીઓને શાળામાં હાજરી આપવાની મુશ્કેલી પડવા માંડી. તેમની સુવિધા ખાતર મેનેજમેન્ટે એલિસબ્રિજ વિસ્તારમાં એ જ નામ હેઠળ નવી શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. અને કાંકરિયાની શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી વિક્રમભાઈ કે. દેસાઈને આ શાળાનો હવાલો સોંપાયો. 1942ની સાલમાં એલિસબ્રિજ શાળાની શરૂઆત મહાલક્ષ્મી સોસાયટી નજીક આવેલી શ્રીમાળી બોર્ડીંગ ખાતે કરવામાં આવી. સમયાંતરે આ શાળા ખાતે પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા શાળાને પહેલા પ્રિતમનગર ખાતે ભાડાના મકાનમાં અને ત્યારબાદ 1953માં હાલની, સંસ્કાર કેન્દ્ર ની સામે, જગ્યા એ સ્થળાંતર થયું.

1966

પક્ષાઘાતના હુમલા બાદ પણ પોતાની નાજુક તબિયત હોવા છતાં શ્રી જીવણલાલ દીવાને 1952માં પોતાના મૃત્યુપર્યંત શાળામાં હાજરી આપવાનું ચાલુ રાખ્યું. બંને સ્થાપકોની સ્મૃતિ ચિરંજીવી રહે તે સારુ શાળાના ટ્રસ્ટીઓએ 1952માં જ શાળાનું નવું નામાભિધાન કર્યું : ‘દીવાન – બલ્લુભાઈ માધ્યમિક શાળા’. 1966માં મેનેજમેન્ટે કાંકરિયા અને પાલડી બંને સ્થળોએ પ્રાથમિક શાળાઓ (બાલમંદિર સહિત) શરૂ કરી. 2006માં મેનેજમેન્ટે કાંકરિયા અને પાલડી બંને સ્થળોએ ઈંગ્લીશ મીડીયમમાં પ્રાથમિક શિક્ષણની, બાલમંદિર થી, શરૂઆત કરી છે અને 2016માં અંગ્રેજી મીડીયમમાં માધ્યમિક શિક્ષણનો પાયો નાખવામાં આવ્યો છે

આ બધી જ શાળાઓ આજે દીવાન-બલ્લુભાઈ શાળાના નામે ઓળખાય છે અને તેમાં લગભગ 10000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને 90,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. આ શાળાઓને કેળવણીકારો અને શિક્ષણવિદ્દો તરફથી પ્રશંસા સાંપડી રહી છે. આ શાળાઓ મોટા અલાયદા મકાનો, રમતગમતના વિશાળ મેદાનો, સુસજ્જ  પ્રયોગશાળાઓ અને અદ્યતન શૈક્ષણિક સાધનો ધરાવે છે, જે આજની બીજી અનેક શાળાઓ માટે એક દુર્લભ બાબત છે. એસ. એસ. સી. અને એચ. એસ. સી.ની જાહેર પરીક્ષાઓમાં સફળ વિદ્યાર્થીઓની યાદીમાં શાળાઓના વિદ્યાર્થીઓ અચૂકપણે મોખરે રહે છે. શિક્ષણેતર પ્રવૃત્તિઓ જેવી કે, રમતગમત, સંગીત, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેમાં પણ શાળાના વિદ્યાર્થીઓ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે. બધી જ શાળાઓ માત્ર અમદાવાદમાં જ નહીં, બલ્કે, સમગ્ર ગુજરાતમાં નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ તરીકે વિખ્યાત છે. શાળાઓના મોટાભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની અમીટ છાપ ઉપસાવી છે.

શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઘણાં વિવિધ ક્ષેત્રોમાં, દેશ – પરદેશમાં શાળાનું અને રાષ્ટ્રનું નામ રોશન કરેલ છે અને કરી રહ્યાં છે. જેમાં શ્રી આઈ. આઈ. ચુંદરીગર – જે પાકિસ્તાનના કાયદામંત્રી તેમજ પ્રધાનમંત્રી તરીકે હતા. સરદાર વલ્લભભાઈના સુપુત્રી મણીબેન પટેલ કે જેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા; તેમજ લીલાવતીબેન મુન્શી, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉમાશંકર જોષી, બકુલ ત્રિપાઠી, મધુસુદન પારેખ તથા કુમારપાળ દેસાઈ વગેરે સાહિત્યકારો; પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર કર્તા ડૉ. અતુલભાઈ ચોક્સી; નૌકાદળમાં વેસ્ટર્ન કમાન્ડ સંભાળતા કમાન્ડરના સ્થાન પર રહેલા ઉત્પલભાઈ વોરા; નાસાના વૈજ્ઞાનિક શ્રી ઉપેન્દ્ર દેસાઈ; અગ્રણી સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસ તથા ઈંગ્લેંડમાં તબીબી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતાં ડૉ.ગૌતમ બોડીવાલા વગેરે આ શાળાના વિદ્યાર્થીઓ છે.

શ્રી જીવણલાલ દીવાન અને બલ્લુભાઈ ઠાકોરે પ્રસ્થાપિત કરેલા શૈક્ષણિક વિચારોનું વહન આજે પણ શ્રેષ્ઠ રીતે થઇ રહ્યું છે. પરિણામે આ સંસ્થાની શાળાઓમાં શિક્ષણની કોઈપણ પ્રકારની બદીને સ્થાન નથી અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓના આયોજન સાથે શ્રેષ્ઠ શિક્ષણ પીરસાઈ રહ્યું છે.