સુજ્ઞ વાલીગણ,
નવા શૈક્ષણિક વર્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.
શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં અમે બાળકોને આવકારવા માટે આતુર છીએ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છીએ. આપના બાળકો હસતા ચહેરે દરરોજ શાળામાં નિયમિત અભ્યાસ કરે અને વધુ સારી પ્રગતિ કરે તેવી આપ સૌને શુભેચ્છા પાઠવું છું.