School Banner

Secondary

આચાર્યનો સંદેશ

શ્રી હરેશભાઈ પટેલ

આચાર્ય

દીવાન-બલ્લુભાઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પાલડી

દીવાન–બલ્લુભાઈ શાળા એક ગૌરવસભર અને વિશ્વસનીય શૈક્ષણિક સંસ્થા છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ અવસર પ્રદાન કરે છે.
આ સંસ્થાના આચાર્ય તરીકે, આ શિક્ષણમંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતાં મને અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે.

શાળાની શૈક્ષણિક વ્યવસ્થા એવી રીતે રચવામાં આવી છે કે જેમાં વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ સાથે સાથે સામાજિક અને વ્યક્તિગત વિકાસ પણ સમતુલ્ય રીતે વિકસે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરમાં નૈતિક મૂલ્યો, શિસ્ત અને જવાબદારીનો સમાવેશ થાય તે માટે શાળા સતત પ્રયત્નશીલ રહે છે.

આગામી શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ પૂરતા સીમિત ન રહે પરંતુ શાળાના સજીવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં વિવિધ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાય, તે માટે શાળા પરિવારના તમામ સભ્યો પૂરતો સહકાર આપશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અમે સૌ સાથે મળીને સમર્પિત ભાવનાથી કાર્ય કરીશું.

નિવૃત્ત શિક્ષકોની યાદી - ગુજરાતી માધ્યમ, પાલડી

Events

Contact Us